ગુજરાત ભૂમિ, જામનગર
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી લાલપુર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૦ જેટલા અરજદારોએ રાશનકાર્ડના લાભો મળવા, 7/12 પાનીયા અલગ કરવા, હક્ક પત્રકમાં કુવો તથા બોર ચડાવવા, વરસાદી પાણીનો નિકાલ વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.
અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટરએ અરજદારોના પરિવારની સ્થિતિ તેમજ આવક રોજગાર અંગેની માહિતી મેળવી લાગુ પડતી હોય તેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અંગે અરજદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં લાલપુર મામલતદાર બી.વી.ભારવાડીયા, તેમજ તાલુકા સંકલનના અધિકારીઓ જોડાયા હતા.