બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારતા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી
Views: 40
0 0

Read Time:1 Minute, 26 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે ત્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી સોમનાથ ખાતે ચાલી રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ દરમિયાન દંડકએ હેન્ડબૉલ અને વોલીબોલની રમત નિહાળી હતી. રમત નિહાળ્યા બાદ દંડકએ હેન્ડબોલના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી બોટાદ અને મહેસાણા ટીમના ખેલાડીઓ તેમજ વોલીબોલના ખેલાડીઓની મુલાકાત લઇ અને તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે, દંડકએ હેન્ડબોલ, વોલીબોલ અને વૂડબોલ પર હાથ અજમાવી તમામ ખેલાડીઓ સાથે સમૂહ તસવીર ખેંચાવીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ તકે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.પી. દુદખિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ દિહોરા, કોચ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *