ગુજરાત ભૂમિ, બોટાદ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ મોટર્સ (Hero Showroom Botad) દ્વારા કોમ્પ્યુટર વર્ક/રીસેપ્શનીસ્ટ/સેલ્સ મેનેજર/સેલ્સમેન/ફ્રન્ટલાઈન સુપરવાઇઝર/ફ્લોર સુપરવાઇઝર/કોલ સેન્ટર/વોશિંગ/પ્યૂનની જગ્યા માટે ભરતી મેળો યોજાશે. ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ પટેલ મોટર્સ, સુર્યા ગાર્ડન રેસ્ટોરન્ટની સામે, પાળીયાદ રોડ, બોટાદ ખાતે તા.૨૫/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબસીકર તરીકે નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
