ગુજરાત ભૂમિ, જામનગર
કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સુપ્રિન્ટેનડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ પી.બી.પરમાર તથા ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કે.એન.ગઢીયાએ કલેકટર સમક્ષ જિલ્લામાં કાર્યાન્વિત રી-સર્વેને લગતી કામગીરીની વિગતો રજૂ કરી હતી.

બેઠકમાં કલેક્ટરએ કચેરીનું મહેકમ તેમજ રીસર્વેની કામગીરી સાથે જોડાયેલ સર્વેયર અંગેની વિગતો મેળવી યોગ્ય રીતે કામની વહેંચણી કરવા તેમજ યોગ્ય આયોજન ઘડી સમયમર્યાદામાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને તાકીદ કરી હતી.સાથે સાથે અધિકારીઓને કામગીરીનું યોગ્ય ફોલો-અપ લેવા તેમજ પ્રતિબદ્ધતા સાથે કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.કલેકટરએ કુલ પેન્ડિંગ અરજીઓનો ઘટાડો થાય તેમજ પડતર કામગીરીનો કઈ રીતે જરૂરી સમયમર્યાદામાં નિકાલ થાય તે અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અને કર્મચારીઓ દ્વારા કરાતી કામગીરીનું સમયાંતરે મૂલ્યાંકન થાય તે અંગે પણ સૂચન કર્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, ઇ.સુપ્રિન્ટેનડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ અને શહેર પ્રાંત અધિકારી પી.બી.પરમાર, ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કે.એન.ગઢીયા સહિત જિલ્લાના તમામ સર્વેયરો ઉપસ્થિત રહ્યા હતા.
