ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા પી.એમ. મોડેલ સ્કૂલ ઇણાજ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ શાળાના બાળકોને રોડ સેફ્ટી અંતર્ગત જાગૃત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે યોગ્ય માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતાં. કલેક્ટરએ ભણતરના દબાણ તથા ડિપ્રેશન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું તેમજ માનસિક સ્વસ્થતા બાબતે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને પ્રેરણા પૂરી પાડી હતી.
આ રોડ સેફટી કાર્યક્રમમાં રોડ સેફટીને લગતા વિષય ઉપર પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માંથી પ્રથમ ૩ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટરના હસ્તે ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ઉપરાંત અન્ય તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આર.ટી.ઓ. કચેરી ગીર સોમનાથનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
