જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર અને સંકલન માટે બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર અને સંકલન માટે બેઠક યોજાઈ
Views: 39
0 0

Read Time:3 Minute, 6 Second

ગુજરાત ભૂમિ, સુરત 

               રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ફાઈલેરીયા રોગ નિર્મૂલન ૨૦૨૭ અંતર્ગત માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર માટે આંતર માળખાકીય સંકલન માટે આજરોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપી તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી કેટલાંક સૂચનો આપ્યા હતા.

          સરકારના સમયાંતરે આવતી વિવિધ રસીકરણ ઝૂંબેશમાંથી કોઈ નાગરિક બાકાત ન રહી જાય તેની પુરતી તકેદારી રાખવા ઉપર ભાર મૂક્યો હતો. હાથીપગા નિર્મુલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અભિયાનના સ્વરૂપે કામગીરી કરવા અનુરોધ કર્યા હતો. હાથીપગા નિર્મુલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આરોગ્ય વિભાગની સાથે અન્ય સંલગ્ન વિભાગોએ પોતાને હસ્તકની કામગીરી કરી જરૂરી પગલાંઓ લેવા માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસની વિગતે જાણકારી આપી હતી. તેમજ કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. .

           વધુમાં, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવ્યો છે. જે કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા વિસ્તારમાં આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન નેત્રંગ તાલુકાની કુલ ૧,૦૭,૩૧૭ જેટલી વસ્તીને આવરી લઈ આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણના યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. નેત્રંગ તાલુકામાં ૯૨ જેટલી ટીમ હાઉસ ટુ હાઉસ ફરી જ્યાં ઉંમર પ્રમાણે નિયત ડોઝ આરોગ્ય વિભાગના કર્મચારીઓની રૂબરુમાં ગળાવવામાં આવશે.નેત્રંગ તાલુકાની ૧૫૦ આંગણવાડીના બાળકો, ૧૩૭ શાળાઓ તેમજ ૧ કોલેજના વિદ્યાર્થીઓને પણ આવરી લેવાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *