ગુજરાત ભૂમિ, વલસાડ
વલસાડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫નું તા.૦૩ અને ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સંસ્કાર કેન્દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલામાં મહાકુંભમાં છ ભાગમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય, સાહિત્ય અને કલા વિભાગ ક્ષેત્રે ત્રણ વયજુથમાં કુલ ૨૩ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, ઇ.ચા. આચાર્ય શાહ એન.એચ.કોમર્સ કોલેજ વિજય ચાંપાનેરી, ડોમ્સ કંપની આર્ટિસ્ટ જયેશભાઇ તેમજ ફીઝીકલ પ્રોફેસર શાહ એન.એચ.કોમર્સ કોલેજ મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કલા મહાકુંભમાં તાલુકાકક્ષાના કલા મહાકુંભના વિજેતા કલાકારો તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા કલાકારો દક્ષિણ ઝોન કક્ષા તાપી જિલ્લા ખાતે ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અનેતૃતીય વિજેતા કલાકારોને રોકડ -પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે.
