ગુજરાત ભૂમિ, કાલાવડ
જામનગર જિલ્લાના કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા સરકારી યોજનાનાં નામે અંદાજે 2.64 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનુ અનુમાન !!!
સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા 120 મહિલાઓને PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) અંતર્ગત અલગ અલગ પ્રકારના ક્લાસીસ ચલાવી એક એક મહિલાઓને ક્લાસીસ પૂર્ણ થયા બાદ 22,000/- રૂપિયા સહાય મળશે ની લોભામણી વાતો કરી આચર્યું કરોડોનું કૌભાંડ !!

આશરે આઠ મહિના બાદ સ્કૂલ સંચાલક દ્વારા 22,000/- રૂપિયા સહાયના બદલે 4,000/- રૂપિયા જ સહાય મળશે કહેતા મહિલાઓ જોડે સ્કેમ થયાનું મહિલાઓને પ્રતીત થવા પામ્યું !!
સ્કૂલ સંચાલકના મળતિયાની મહિલાઓને ખુલ્લી ધમકી “જ્યાં છેડા અડાડવા હોય અડાડી લ્યો, અમારું કોઈ કાઈ ઉખાડી નહીં શકે !!”
ગત થોડા દિવસ અગાઉ સ્કૂલ સંચાલક વિરુદ્ધ મહિલાઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે ની જાણ થતાં સ્કૂલ સંચાલકના મળતીયાએ હવે રૂપિયા 4,000/- પણ નહીં આપીશું કહેતા મહિલાઓએ સ્કૂલ સંચાલક વિરુદ્ધ જામનગર જિલ્લા કલેકટરને લેખિતમાં કરી ફરિયાદ
