આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના આદિવાસી યુવાનોએ સુરતના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત કરી

આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના આદિવાસી યુવાનોએ સુરતના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત કરી
Views: 37
0 0

Read Time:2 Minute, 45 Second

ગુજરાત ભૂમિ, સુરત 

               છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોના આદિવાસી યુવાનો ગુજરાતના વિકાસ અને સંસ્કૃતિની ઝાંખી કરે, નવી પ્રેરણા મેળવે એવા આશયથી કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના માર્ગદર્શનમાં માય ભારત-સુરત અને નહેરૂ યુવા કેન્દ્ર-સુરત સુરતમાં ૧૬મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં ૨૦૦ આદિવાસી યુવાનો સુરતના મહેમાન બન્યા છે. જેઓને યોગ ગરબા ટ્રેનર ડિમ્પલબેન લોટવાળાએ યોગગરબા શીખવ્યા હતા.

આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ, ઝારખંડ તેમજ મહારાષ્ટ્રના આદિવાસી યુવાનોએ સુરતના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત કરી

                કુલદીપસિંહ રાજપૂતે વિવિધ રોજગાર અને કારકિર્દીની તકો, Examshala ના ફાઉન્ડર અને CEO હરેન્દ્રસિંહ તોમરે અભ્યાસ, કારકિર્દી અને રાષ્ટ્ર નિર્માણ અંગે સમજ આપી હતી. મનોરંજન માટે સિનેમા દર્શન અને મ્યુઝિકલ બેન્ડનો સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો. નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટના માર્ગદર્શન હેઠળ સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના સંચાલન અંતર્ગત આદિવાસી યુવાનોને ઔદ્યોગિક સ્થળો જેવા કે, ઓરો યુનિવર્સિટી, યુરો ફૂડસ અને હરેકૃષ્ણ ડાયમંડની મુલાકાત કરાવાઈ હતી. ઓરો યુનિ.માં મેડિટેશન સેન્ટર, ફેશન ડિઝાઈનિંગ, યુરો ફૂડસમાં વિવિધ પ્રકારના ફૂડ પેકેટ્સની બનાવટ અને પેકિંગ, હરેકૃષ્ણ ડાયમંડ કંપનીમાં હીરાના કટિંગ-પોલિશીંગ અને વેપાર વિશે સમજ અપાઈ હતી. લક્ષ્મીપતિ ટેક્સટાઈલમાં કાપડ ઉદ્યોગમાં યાર્નથી અંતિમ ઉત્પાદન સુધીની તમામ પ્રક્રિયા વિષે સૌ માહિતગાર થયા હતા. યુવાનોએ ઔદ્યોગિક કામગીરી અંગે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછી કુતુહલ વ્યક્ત કર્યું હતું. મશીનોથી કામગીરી અને ઓછા માનવશ્રમનો અનુભવ કર્યો. સુરત, નવસારી અને વલસાડના જિલ્લા યુવા અધિકારીઓ અને કાર્યક્રમ સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *