ગુજરાત ભૂમિ, સોમનાથ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથના આંગણે સંસ્થાના સંસ્થાપક શા.સ્વા. ભક્તિપ્રકાશદાસજીનાં સાનિધ્યમાં શાકોત્સવનુ ભવ્ય આયોજન કરાયું હતું. જેમા હરિભક્તોના પ્રસાદ માટે ૧૦૦ કિલો બાજરા લોટના રોટલા,૨૦૦ કિલો રીગંણનું શાક અને એ શાક બનાવવા માટે ૬૦ કિલો ઘી અને ૯૦ કિલ્લો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૬૦ કિલ્લો ખીચડી અને ૬૦૦ લીટર કઢીનો પ્રસાદ હરિભક્તોએ લીધો હતો. આ સમગ્ર રસોડા વ્યવસ્થા સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવેલ આ શાકોત્સવની વ્યવસ્થા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો તમામ સ્ટાફગણ સ્વયં સેવકો છેલ્લા ત્રણ દિવસથી સેવા આપી રહ્યા હતા.

આ પ્રસંગે સત્સંગ સભાના વક્તા તરીકે શા.સ્વા. ભક્તિકિશોરદાસજી (જુનાગઢવાળા) રહ્યા હતા. તેમજ આ પ્રસંગે શા. સ્વા. પ્રેમસ્વરૂપદાસજી (લાડવી ગુરુકુળ) શા.સ્વા. ગોવિંદપ્રસાદદાસજી (વાઘોડિયા ગુરુકુળ) રાજેશભાઈ વડોદરિયા (મુખ્ય યજમાન) વિજયભાઈ શાહ (ટ્રસ્ટી) ચંદુભાઈ દામાણી (ટ્રસ્ટી) તેમજ સોરઠ અને ગીર પંથકના ભક્તજનોએ હાજર રહી બહોળી સંખ્યામાં આ ભવ્ય અને દિવ્ય ઉત્સવનો લાભ લીધો હતો.
