જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક માધ્યમોએ કાર્યક્રમોની સીડી રજુ કરવા અંગે જાહેરનામું 

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક માધ્યમોએ કાર્યક્રમોની સીડી રજુ કરવા અંગે જાહેરનામું 
Views: 3
0 0

Read Time:4 Minute, 0 Second

ગુજરાત ભૂમિ, જામનગર

               જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મિડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતર રાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્ક, સિનેમાગૃહો વગેરેથી કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની અમલવારી સુનિશ્ચિત કરી શકાય, ચૂંટણી પ્રચાર સમયગાળા દરમિયાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરીકો તરફથી આચાર સંહિતાનો ભંગ થયાની ફરીયાદો મળતી રહે છે. આવી ફરીયાદોમાં તથ્ય છે કે કેમ? તે ચકાસી શકાય તથા જાહેરનામાનો ભંગ થયેલ છે કે કેમ તે ચકાસી જો ભંગ થયાનું જણાય તો તાકીદના ધોરણે સબંધિતો સામે યોગ્ય પગલા લઈ શકાય તે માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

                જાહેરનામાં મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાના સમગ્ર વિસ્તાર તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના વિસ્તારમાં સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનિક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં સબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રૂબરૂ પહોંચાડી, સીડી પહોચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી. જરૂરિયાતના પ્રસંગે ર૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી તેમજ આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુકત નોડલ અધિકારી તથા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ પણ જરૂરિયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવી.

               આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ આદેશ અન્વયે જામનગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *