ડાંગ જિલ્લાની ‘નવજ્યોત શાળા સુબીર’ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

ડાંગ જિલ્લાની ‘નવજ્યોત શાળા સુબીર’ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો
Views: 48
0 0

Read Time:2 Minute, 18 Second
ગુજરાત ભૂમિ, ડાંગ

માર્ગ સલામતી માસ – ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલ નવજ્યોત શાળામાં, આચાર્ય ફા.અમલરાજના માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ કચેરી વઘઇના આર.એલ.ચૌધરી, તેમજ એસ.કે.પટેલ દ્વારા શાળામાં માર્ગ સલામતી અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી વિદ્યાર્થીઓને વાહન સલામતી અંગેની વિષેસ સમજણ આપવામાં આવી હતી.

              જેમાં વાહન ચાલકની સ્પિડ લીમીટ, રોંગ સાઇડમાં વાહન ચલાવવા, દેખ રેખ વગર વાહનોને ઓવર ટેક કરવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, નશો કરીને વાહન ચલાવવું, થાકેલાં હોવા છતાંય ઉજાગરા કરીને વાહન ચલાવવું, વાહનને રેસ્ટ આપ્યાં વગર સતત ચલાવવું જેવા વિવિધ કારણોસર માર્ગ અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. જેથી ટુ વ્હીલર વાહન હોય તો ફરજીયાત હેલ્મેટનો ઉપયોગ કરવો, તેમજ મોટા વાહનોમાં પણ ફરજીયાત સિટ બેલ્ટનો ઉપયોગ કરવો, વાહનની સ્પિડ મર્યાદા રાખવી, લાયસન્સ સાથે વાહન ચલાવવું, વાહન ચાલકે માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા જેવા વિવિધ મુદ્દે માર્ગ સલામતિ જળવાય અને લોકો જાગૃત બને તે માટે વિદ્યાર્થીઓને ઉંડાણ પુર્વક સમજણ આપવામાં આવી હતી.

              ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાય તે માટે આર.ટી.ઓ કચેરી તેમજ પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ટ્રાફિક નિયમનનું પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *