ગુજરાત ભૂમિ, આણંદ
પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ થી તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ “કરૂણા અભિયાન” કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે.
ઉત્તરાયણ પર્વ નિમિતે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ માહિતીની આપ-લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાક થી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે.
ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે વન વિભાગનો હેલ્પલાઇન નંબર- ૦૨૬૯૨-૨૬૪૮૫૫, ૨૬૪૮૫૪, સ્વયં સંચાલિત વેબસાઈટ હેલ્પલાઈન નંબર – ૮૩૨૦૦૦૨૦૦૦ પર “કરુણા” લખી વોટ્સએપ કરી શકાશે તેમજ એનિમલ હેલ્પલાઇન નંબર- ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે.
આ ઉપરાંત પશુ દવાખાનાનું નામ,સરનામા તથા સંપર્ક નંબર પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત આણંદમાં આણંદ નગરપાલિકાની બાજુમાં સંપર્ક નં-૯૫૩૭૭૧૫૮૧૬/૯૯૭૯૫૪૧૫૭૬,
આંકલાવમાં તાલુકા હેલ્થ ઓફીસની બાજુમાં સંપર્ક નં- ૮૯૮૦૯૭૧૪૦૦,બોરસદમાં પાંજરાપોળની બાજુમાં,ખંભાતી દરવાજા ટાઉનની સામે સંપર્ક નં ૯૮૭૯૫૩૦૫૯૬/૯૪૨૯૧૦૦૭૫૧,પેટલાદમાં કોલેજ ચોકડી પાસે સંપર્ક નં-૭૮૭૪૮૨૪૪૧૭/૯૪૨૬૮૮૫૨૧૮,ખંભાતમાં ત્રણ દરવાજા તાલુકા પંચાયતની બાજુમાં સંપર્ક નં- ૯૮૨૫૫૮૪૮૫૭/૯૨૬૫૭૬૫૧૯૦,ઉમરેઠમાં થામણા ચોકડી,લાલ દરવાજા પાસે,કુબેર ભંડારી મંદિરની બાજુમાં સંપર્ક નં- ૯૭૨૭૭૪૮૧૫૦, તારાપુરમાં પશુદવાખાના તારાપુર સંપર્ક નં-૯૪૨૭૨૦૧૬૨૬/૮૮૪૯૦૪૯૫૮૪, સોજીત્રામાં તાલુકા પંચાયતની બાજુમાં સંપર્ક નં- ૭૯૯૦૦૧૦૪૨૮ પર પણ સંપર્ક કરી શકાશે.
આણંદ જિલ્લાની તમામ જનતાને જણાવવાનું કે, ઉતરાયણ પર્વ દરમ્યાન આપની આસપાસ જો ઘાયલ પશુ-પક્ષી જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રો ખાતે પહોંચતા કરવા પણ અનુરોધ કરાયો છે.
પક્ષીઓ ઘાયલ થતા બચાવવા માટે તકેદારીઓ જોઈએ તો,વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ઉડાડવાનું ટાળીએ, અકસ્માતે પક્ષીઓ દોરામાં ફસાય તો દોરી ન ખેચતા ઢીલ મુકવી, લાઉડ સ્પીકર કે ફટાકડાનો ઉપયોગ ન કરવો જેથી પક્ષીઓ ભડકવાનું પ્રમાણ ઓછું રહે,પતંગ ચગાવવા ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી અથવા વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરવાનું ટાળીએ,ઘાયલ પશુ-પક્ષીને સમયસર નજીકના પશુ સારવાર કેન્દ્રો અથવા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોચાડીએ,સમગ્ર ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુપાલકો પોતાના પાલતુ પશુઓને બાજરી/ધૂઘરી/જુવાર વધુ પ્રમાણમાં ન ખવડાવે, જો વધારે પ્રમાણમાં પશુઓને ખવડાવવામાં આવે તો પશુઓને આફરો/ફૂડ પોઈઝનીગ થવાની સંભાવના વધી જાય જેથી પશુઓ મરણ પામે છે.