જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા અનુદાનિત શાળાઓના ૩૦ કર્મચારીઓને બઢતી અપાઈ .
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત હસ્તકની અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતા કુલ ૨૦ કર્મચારીઓને પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક તરીકે બઢતી અને ૦૭ કર્મચારીઓને જુનિયર ક્લાર્કમાથી સિનિયર ક્લાર્ક તરીકેની બઢતી તથા ૦૩ કર્મચારીઓને સિનિયર ક્લાર્કમાથી હેડ ક્લાર્ક તરીકેની બઢતી અંગેની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.ભગીરથસિંહ એસ.પરમાર અને તેમની ટીમ દ્વારા ત્વરિત પૂરી કરવામાં આવી. તમામ બઢતી પામેલા કર્મચારીઓને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના હસ્તે ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પહેલ કરી આગામી તા.૧ જાન્યુઆરીનો ઈજાફાનો લાભ સદર કર્મચારીઓને મળી રહે એ માટે ઝડપી કામગીરી પૂર્ણ કરવામાં આવી. આ કામગીરી રાજ્યમાં પહેલ કરી કેમ્પ પદ્ધતિથી પારદર્શિતાથી પૂર્ણ થતા વર્ગ- ૪ના કર્મચારી અને તેઓના પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો.