વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા

વિસાવદર ખાતે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામ તેમજ આપનેતા હરેશભાઈ સાવલીયા દ્વારા જાહેર થયેલા ખેડુતોના મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા
Views: 15
0 0

Read Time:3 Minute, 8 Second

ગુજરાત ભૂમિ, જૂનાગઢ 

             ઇકોઝોનની વિરુદ્ધના ખેડુતોના આ મહાસંમેલનમાં ખેડૂતોના મસીહા એવા આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, આપ રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, ઇકોઝોનનની લડતના પ્રણેતા પ્રવીણ રામ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તેમજ પરેશભાઈ ગોસ્વામી અને હર્ષદ રીબડિયાએ સભાને સંબોધી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે ઉતરાયણમાં સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોન નાબૂદ કરવાના સ્લોગન વાળા પતંગ ચગાવી ઇકોઝોનનો વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો તેમજ આગામી દિવસોમાં તાલાલામાં સભા અને જો ઇકોઝોન નાબૂદ ના થાય તો આગામી ચૂંટણીમાં ભાજપ નાબૂદ કરવાના પ્રોગ્રામો જાહેર કર્યા

ઇકોઝોન માટે હું અને સમગ્ર આમ આદમી માથું આપવા તૈયાર છે :- ઈસુદાન ગઢવી

ઇકોઝોન અને ખેડૂતોની અન્ય સમસ્યાઓનો એક માત્ર રામબાણ ઇલાજ ચૂંટણી છે અને વિસાવદરની ચૂંટણી ભાજપના નેતાઓએ જ રોકી રાખી છે :- ગોપાલ ઇટાલિયા

ઇકોઝોન નાબૂદ કરવાની માંગ હું વિધાનસભામાં ઉઠાવીશ :- હેમંત ખવા

ખેડૂતો માટે ઇકોઝોન નુકસાનકારક છે :- પરેશ ગોસ્વામી

ખેડૂતોની સભામાં ભાજપના હર્ષદભાઈ રીબડિયાએ હાજરી આપી ભાજપ સરકાર વિરુદ્ધ જ આકરા પ્રહારો કર્યા હતા. વધુમાં આપનેતા પ્રવિણ રામે સરકારને આડેહાથ લેતા કહ્યું કે સરકારે ઇકોઝોન લાવવા કરતા જગ્યાએ વન્યપ્રાણીઓ ખેડૂતોના પાકને નુકશાન કરે છે એમાં પહેલા તો પાકવીમો આપવાની જરૂર છે, ઇકોઝોનનું નાટક કરવાની જગ્યાએ ઘોડાસણ જે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી નિયમોના ધજાગરા ઉડાવવાનું કામ થઈ રહ્યું છે એ બંધ કરવાની જરૂર છે, બીલખામા સિંહ દ્વારા 8 પશુના મારણની ઘટનાને યાદ કરી વનવિભાગને આડેહાથ લેતા કહ્યું કે કોઈ પોતાના ખેતરમાં બેસીને કાયદા હાથમાં લીધા વિના સિંહદર્શન કરતા હોય તો ત્યાં તો વનવિભાગ 10 મિનિટમાં તોડ કરવા પહોસી જાય છે તો પછી બીલખા કેમ ના પહોસી શકયા??

         આ ખેડૂત મહાસંમેલન આપનેતા પ્રવીણ રામ, હરેશભાઈ સાવલીયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને દરેક પક્ષના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *