ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લાના બહુઆયામી વિકાસ અર્થે જિલ્લા સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષ પદે ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકાઓના જનપ્રતિનિધીઓ રોડ રસ્તા,આંગણવાડી તથા શાળાના નવા ઓરડા,જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંસદ મીતેષભાઈ પટેલે જનપ્રતિનિધિઓના દ્વારા તાલુકાઓમાં વિકાસલક્ષી પશ્નોના હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપીને ઝડપથી પ્રશ્નો ઉકેલાઈ તે માટે પણ સૂચનો પણ આપ્યા હતા .
આ ઉપરાંત સંસદએ કેન્દ્ર કક્ષાએ મંજૂરી મેળવવા માટેના પ્રશ્નો કે જે જિલ્લાના વિકાસમાં અવરોધ બનતા હોય તેની પણ યોગ્ય કક્ષાએ રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક જેવી દેસાઈએ બેઠકમાં સ્વાગત પ્રવચન કરીને સંચાલન કર્યું હતું. આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્ રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.