ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર તંત્રમાં આવેલી અરજીઓનો ઝડપથી અને સત્વરે નિકાલ લાવવામાં આવે છે.
તાજેતરમાં રસ્તાના દબાણની મળેલી અરજીઓ અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહેસૂલી તલાટી, સર્કલ ઓફિસર તથા મામલતદાર, વેરાવળ (ગ્રામ્ય) દ્વારા અરજદાર ઉષાબેન વાળાની રસ્તાની અરજી અન્વયે નાવદ્રાથી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુએ થયેલ દબાણો આશરે ૭ થી ૮ ફુટ પહોળા તથા ર૦૦ થી રર૦ મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આ જ રીતે, મેરામણભાઈ વિરાભાઈ બારડની રસ્તાની અરજી અન્વયે નાવદ્રા થી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુ ઘણસેરના રસ્તા ઉપર થયેલ દબાણો, આશરે ૭ થી ૮ ફુટ રસ્તો, આશરે દોઢથી બે કીલોમીટર જેટલું રસ્તાનું દબાણ ૩-જે.સી.બી. મશીનો દ્વારા દિન-પ માં વહીવટી તંત્ર દ્વારા ખુલ્લું કરી એ.ટી.આર. ના રસ્તાની અરજીનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.