Read Time:1 Minute, 9 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારીની માર્ગદર્શન હેઠળ Mega ANC PMSMA Campનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં VIMS હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.જાનકી દાહીમા દ્વારા કુલ ૯૭ સગર્ભા બહેનોની તપાસ, લેબોરેટરી ટેસ્ટ અને જરૂરી સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કરવામાં આવી હતી. તેમજ તમામ સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ ગામોમાંથી ૧૦૮ અને ખિલખિલાટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લાવવા અને લઇ જવામાં આવ્યાં હતાં.
