ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૩/૧૨/૨૦૨૪ના આદેશથી નગરપાલિકા/તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી માટેની મુસદારૂપ ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી, આગામી તા.૧૯/૧૨/૨૦૨૪ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં જણાવવામાં આવ્યું છે.
જેમાં પંચાયત ચૂંટણી અંગેના મતદારો મતદારયાદીમાં નોંધાયેલ પોતાના નામની ચકાસણી સંબંધિત મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, ગામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ તેમજ નગરપાલિકા ચૂંટણી અંગેના મતદારો પ્રાંત કચેરી, નગરપાલિકાઓની મુખ્ય કચેરી તેમજ વોર્ડની કચેરી ખાતે પોતાના નામની ચકાસણી કરી શકશે.
પંચાયત ચૂંટણીઓ માટે દાવાઓ નિયત નમૂના-૧(ક) તથા ૧(ખ) મુજબ તા.૮/૦૧/૨૦૨૫ સુધીમાં તથા નગરપાલિકા ચૂંટણી માટે દાવાઓ ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખના ૧૦ દિવસ પહેલા નિયત નમુના-ક માં સંબંધિત મતદાર નોંધણી અધિકારી પાસે રજૂ કરી શકશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.
૦