ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરઆર.કે.મહેતાએ એક્સરે મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરઆર.કે.મહેતાએ એક્સરે મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી
Views: 2
0 0

Read Time:2 Minute, 24 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર 

“ટીબી હારેગા દેશ જીતેગા”

                    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ-૨૦૨૫ સુધીમાં “ટીબી હારેગા દેશ જીતેગા” ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે. ભાવનગર જિલ્લામાં ૧૦૦ દિવસ ટીબી  કેમ્પેઇનના ભાગરૂપે આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર, CSR ના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ડૉ.પી.કે.શુક્લા, મહુવા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ.કે.ડી.પારેખ, ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આનંદ, હનુંમત હોસ્પિટલના સીઇઓ ડૉ. ચિંતન શનિશ્વરા, ક્રિટીકલ કેર એન્ડ પલ્મોનોલોજીસ્ટ ડૉ. બકુલ કલસરિયા સહિતના અધિકારીશ્રીઓએ એક્સરે વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

         એક્સરે મોબાઇલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ તથા છેલ્લા પાંચ વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબીટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, બંદિવાન તેમજ અન્ય જોખમી (હાઈરીસ્ક) લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સ-રે
કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે. આ વાન દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઇ નિ:ક્ષય શિબીરનું આયોજન કરવામાં આવશે.

             અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૦૦ દિવસ ટીબી કેમ્પેઈન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડીને તોડી શકાશે અને મરણના પ્રમાણમાં પણ ઘટાડો થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *