ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે રૂપિયા ૧૬.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

ભરૂચ જિલ્લાના અમલેશ્વર ખાતે રૂપિયા ૧૬.૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા જેટકોના નવા ૬૬ કે.વી. સબસ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
Views: 2
0 0

Read Time:6 Minute, 49 Second
ગુજરાત ભૂમિ, ભરૂચ

        ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા ભરૂચ તાલુકાના અમલેશ્વર ખાતે નિર્માણ પામેલા ૬૬ કે.વી. સબસ્ટેશનનું રાજ્યના નાણાં વિભાગ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું કે, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી વિકાસનો આપણને સૌને મંત્ર આપ્યો હતો. ત્યારથી સતત વિકાયાત્રા આગળ ધપી રહી છે. ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા હતા. જેમાં રોજગારી સર્જન અર્થે ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા માટે દેશ વિદેશના ઉદ્યોગકારોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી આમંત્રણ આપવાનું શરુ કર્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ સુંદર રીતે ચાલી રહ્યું છે. જેની અત્યારે જ ૨૦૨૪માં આપણે ૧૦ મી સમિટનું સફળ આયોજન કરાયું હતુ.

          વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશ-વિદેશના અનેક રોકાણકારોએ ગુજરાતની આર્થિક રોકાણ માટે પસંદગી કરતા ગુજરાત સમગ્ર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશમાં સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ અને સોલાર પોલિસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લાગુ કરવામાં આવી છે, ત્યારે સોલાર પોલિસીના અમલીકરણમાં સમગ્ર દેશમાં આપણું ગુજરાત અગ્રેસર છે. પવન ઊર્જામાં પણ નંબર વન રાજ્ય છે. સોલાર રૂફટોપમાં સમગ્ર ભારતની ૮૨% સોલાર રૂફટોપ ગુજરાતમાં લાગેલી છે. નિકાસ ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર છે. માત્ર એટલું જ નહીં પણ મોદીજી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની ભેટ આપી સમગ્ર ગુજરાતને એક ટુરીઝમ ડેસ્ટિનેશન બનાવ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ કહ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં આ વિકાસયાત્રા સંપૂર્ણ રીતે આગળ ચાલી રહી છે. મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારે આપણી વીજળીની વપરાશ ૭,000 મેગાવોટ જેટલી હતી. આજે આ વપરાશ વધીને ૨૬,000 મેગાવોટ થયો છે. વીજળી ઉત્પન્ન કરવા અને વીજળી ડીસ્ટ્રિબ્યુશન કરવા માટે ગુજરાતમાં જે પ્રયત્નો થયા છે તેવા ભારતમાં અન્ય વિસ્તારોમાં થઈ શક્યા નથી. આજે ગુજરાતમાં એકપણ દિવસ પાવર કટ આવતો નથી. રશિયા – યુક્રેન યુદ્ધ વખતે ગેસ પુરવઠો આવતો બંધ થયો જેથી ગેસથી ચાલતા બધા પ્લાન્ટ બંધ થયા અને કોલસાની આવક પણ બંધ થઈ ત્યારે આપણી સોલાર સિસ્ટમના કારણે ગુજરાતે હંમેશા ગ્રાહકોને સારો પાવર આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત વિકાસના માર્ગ પર સતત આગળ વધતું રહે અને તેમાં નાગરિક તરીકે આપણે સૌ સહભાગી બનીએ તેવી પણ અપીલ કરી હતી. અમલેશ્વર સ્થિત ૬૬ કે.વી. સબસ્ટેશન કુલ ૪૯૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. જેના માટે અંદાજીત રૂપિયા ૧૬.૬૬ કરોડનો ખર્ચ થયો હતો. આ સબસ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતા ૩૦ એમ.વી.એ. છે. આ સબસ્ટેશનમાંથી નીકળતા નવા ૧૧ કે.વી. ફીડરોમાં જ્યોતિગ્રામના આમદલા અને અમલેશ્વર જ્યારે ખેતીવાડી ફિડરમાં ચોલાદનો સમાવેશ થાય છે. અમલેશ્વરનું ૬૬ કે.વી. સબસ્ટેશન રાજ્ય સરકારની કિશાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવાના આશયથી નિર્માણ પામ્યું છે. આ સબસ્ટેશનની સ્થાપનાથી આજુબાજુના ૧૫ કી.મી. વિસ્તારમાં આવેલા રહેણાંક, વાણીજ્ય અને ખેતીવાડી એમ મળીને કુલ ૧૭ ગામોના અંદાજે ૨૨,૦૦૦ જેટલા લોકોને વધુ સાતત્યપૂર્ણ અને વિક્ષેપ-રહિત વીજળી પૂરતા દબાણથી પૂરી પાડવામાં આવશે. જેમાં અમલેશ્વર, ચોલાદ, વાંસી, કલ્લા, નવેઠા, વેસદડા, આમદદા, ભુવા, શંખવાદ, કેશરોળ, ભાડભુત, મેહગામ, મનાડ, કાસવા, એકસાલ, મનુબર અને કરમાડ ગામોનો સમાવેશ થાય છે. આ વેળાએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. મંત્રી કનુભાઈ દેસાઈ સહીત અન્ય મહાનભાવોની ઉપસ્થિતીમાં વાગરા વિધાનસભા વિસ્તારમાં અમલેશ્વર ખાતે પ્રથમ સ્માર્ટ મીટર પણ જેટકો દ્વારા લગાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જીલ્લા પંચાતના સભ્ય શ્રીમતી વિદ્યાબેન વસાવા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે, જેટકોના અઘિકારીશ્રી કે. એચ. રાઠોડ, એ. વી. રાઠોડ, પી. આર. પટેલ, અધિક મુખ્ય ઈજનેર એમ. જે. વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *