કસ્ટમ હાઉસ સિક્કા તથા સમજુ દેશી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ વિષય પર સેમિનાર યોજાયો

કસ્ટમ હાઉસ સિક્કા તથા સમજુ દેશી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ વિષય પર સેમિનાર યોજાયો
Views: 77
0 0

Read Time:3 Minute, 45 Second

ગુજરાત ભૂમિ, જામનગર

આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં આવેલ ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે કસ્ટમ હાઉસ, સિક્કા અને સમજુ દેશી સોસાયટી [ NGO ] ના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ વિષય પર સેમિનાર યોજાયેલ જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 થી 12 ના આશરે 125 જેટલા વિદ્યાર્થીઓને કસ્ટમ ડિપાર્ટમેંટના અધિકારીઓએ પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન આપ્યું તેમજ વિદ્યાર્થીઓના જિજ્ઞાસાભર્યા પ્રશ્નોનાં સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા. તથા એનજીઓના શ્રી કિશન અભાણીએ વિદ્યાર્થીઓને કાયદાકીય સમજ આપી. સેમિનાર બાદ એનજીઓ દ્વારા બાળકોને સુવેનિયર તરીકે ‘Say No to Drug’ ના સંદેશ સાથેની પેન આપવામાં આવી.આ સેમિનારમાં કસ્ટમ હાઉસ, સિક્કાના આસિસ્ટન્ટ કમિશ્નર કૌશિકકુમાર વડાલીયા તેમજ ડીસીસી ટેકનિકલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એમ.એમ.બામરોટીયા તેમજ એસડીસીસીએલ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ નીરજ તથા શિક્ષકો સર્વ મુકેશ ભટ્ટ, રવિ ચૌહાણ તથા શર્મા વગેરે ઉપસ્થિત રહેલ. તેમજ કસ્ટમ સુપરિટેનડેન્ટ સર્વ વસંતભાઈ ગામેતી, હરદીપસિંહ જાડેજા, ઉત્તમ ભલસોડ અને કસ્ટમ ઈન્સ્પેકટર સર્વ સુરેન્દ્ર પ્રતાપ સિંઘ, ગૌરવ જૈન તથા વિવેકકુમાર તથા સિક્કાના પુનિતભાઈ બુજડે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.તેમજ આ સેમિનારનું પરિકલ્પન તથા સંચાલન કસ્ટમ સુપરિટેનડેન્ટ સંજીવ જાનીએ કરેલ.

Advt.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *