તા. ૧૪ મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ
ગુજરાત ભૂમિ, આણંદ
તા.૧૪ મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૧૪ જૂનના દિવસે ઉજવાતા “વિશ્વ રક્તદાતા દિવસ”ની આણંદ જિલ્લામાં ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટર કચેરી,આણંદ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદના સહયોગથી મહારક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે તા.૧૪ મી જૂનના રોજ સવારે ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી સરદાર પટેલ બેંકવેટ હોલ,ડી.ઝેડ. હાઇસ્કુલ ની સામે, પ્રાપ્તિ સર્કલ ની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, આણંદ વિદ્યાનગર રોડ, આણંદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પમાં સહભાગી બનવા અને રક્તદાન કરવા આણંદ જિલ્લાના નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી માટે જાહેર કરવામાં આવેલ થીમ “આપવાના ૨૦ વર્ષની ઉજવણી – રક્તદાતાઓ, આપનો આભાર!” અંતર્ગત રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરીને આ વર્ષે દેશભરમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
Advt.