Read Time:1 Minute, 8 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર. કે. મહેતા ના માર્ગદર્શન હેઠળ લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘સ્વીપ’ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ નાગરિકોને અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર ના સૂત્રોની રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે.