વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અન્વયે ટ્રાફિક સહિતની સમસ્યા નિવારવા અમુક માર્ગોને પ્રતિબંધિત જાહેર કરાયાં

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અન્વયે ટ્રાફિક સહિતની સમસ્યા નિવારવા અમુક માર્ગોને પ્રતિબંધિત જાહેર કરાયાં
Views: 32
1 0

Read Time:4 Minute, 26 Second

ગુજરાત ભૂમિ, જામનગર 

     આવતીકાલ તા.૦૨/૦૫/૨૦૨૪ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય મહાનુભાવના પ્રાવસ રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી ન થાય તેમજ ટ્રાફીક જામની સ્થિતિ નિવારવા, ટ્રાફીકને વૈકલ્પીક રસ્તાઓ પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા મહાનુભાવ ની સલામતીની દ્રષ્ટીએ તમામ પ્રકારના વાહનો માટે તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ અમુક રૂટ, રસ્તા બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

જાહેરનામા અનુસાર ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો માર્ગ બંદ રહેશે જ્યારે તેના વૈકલ્પિક રૂટ તરીકે સાત રસ્તા સર્કલથી એસ.ટી.બસસ્ટેન્ડ રોડ તરફનો ડાયવર્ઝન રૂટ તથા ટાઉન હોલ-તીનબત્તી-અંબર સર્કલ સુધીનો ડાયવર્ઝન રૂટ ઉપયોગમા લેવાનો રહેશે.ગુરૂદ્વારા સર્કલથી તુલશી હોટલ-લાલ બંગલા સર્કલ સુધી, વિનુ માંકડના સ્ટે્ચ્યુથી તુલશી હોટલ સુધી તેમજ તુલશી હોટલથી લીંબડા લાઇન-તીનબતી સુધીનો માર્ગ બંદ રહેશે તેના વૈકલ્પિક રૂટ તરીકે ગુરૂદ્વારા સર્કલથી અંબર ચોકડી સર્કલ-ઝુલેલાલ મંદીર-તીનબતી થઇ બેડી ગેઇટ તરફ જવાનો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે.

ચેતક ટ્રાવેલર્સ-મીગ કોલોનીથી પત્રકાર કોલોની સુધીનો બંદ કરેલ માર્ગના સ્થાને તળાવના પાછળના ભાગના રોડ પર થઇ જય માતાજી હોટલ તરફ જવાનો રસ્તો ઉપયોગમાં લઈ શકાશે.

સમર્પણ સર્કલથી દિગ્જામ સર્કલ-સંતોષી માતાજીનું મંદીર-સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંદ રહેશે જ્યારે સમર્પણ સર્કલ તરફ આવતા વાહનો માટે ખંભાળીયા બાયપસથી લાલપુર બાયપાસ-સાધના કોલોની-પવનચક્કી તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ ખંભાળીયા બાયપાસ-લાલપુર બાયપાસ- ઠેબા ચોકડી-ખીજડીયા બાયપાસ થઇ ગુલાબનગર તરફનો ડાયવર્ઝન રૂટ તેમજ પંચવટી સર્કલથી સંતોષી માતાજીના મંદીર તરફ આવતા વાહનો માટે સત્યમ હોલટથી સત્યસાંઇ સ્કુલ-જોગર્સ પાર્ક થઇ ડી.કે.વી. સર્કલ તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે. સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ-એરફોર્સ ગેઇટ સુધીનો રસ્તો બંદ રહેશે. સભા સ્થળ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે ખંભાળીયા બાયપાસથી લાલપુર બાયપાસ-સાધના કોલોની-પવનચક્કી-એસ.ટી.ડેપો ડ્રોપ પોઇન્ટ સુધી તેમજ ખીજડીયા બાયપાસથી ઠેબા ચોકડી-લાલપુર બાયપાસ-સાધના કોલોની-પવનચક્કી સર્કલ-એસ.ટી. ડેપો ડ્રોપ પોઇન્ટ સુધીનો માર્ગ ઉપયોગમાં લઈ શકાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *