0
0
Read Time:53 Second
ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના એચ.એમ.વી કોલેજ ઉના ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગેમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ નવા મતદારોને મતદાન મહત્વ સમજાવીને મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
જેમાં વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગેમાં કોલેજના વિદ્યાર્થીઓ જેઓ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હોય તેવા યુવા મતદારોને મતદાનનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ લોકોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોએ મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.