ગુજરાત ભૂમિ, ભાવનગર
વિશ્વ મહિલા ડોવશે ભાવનગરની દિવ્યાંગ મહિલા સંગીતાબેન સુતરીયા એ 100 મીટર ટ્રાયલ્સીકલ રેસ, વિલચેર રેસ અને સીટીંગ વોલીબોલ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભાવનગર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સીદસરના સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બહેનોની સ્પર્ધામાં ભાવનગર શહેરની અલગ અલગ વય જૂથમાં અને રમતોમાં ૪૫૦ થી પણ વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતોજેમાં સંગીતાબેન સુતરીયા કે જેઓ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ પ્લેયર છે આ વખતે 100 મીટર ટ્રાયલ્સીકલ રેસ, વિલચેર રેસ અને પ્રથમ વખત યોજાયેલ સીટીંગ વોલીબોલમાં ભાવનગર જિલ્લામાં ત્રણેય ઈવેન્ટ મા ગોલ્ડ મેડલ મેળવેલ છે અને ભાવનગર જિલ્લાનું નામ રોશન કરેલ છે હવે તેઓ રાજ્ય લેવલની સ્પેશિયલ ખેલ મહાકુંભ ઇવેન્ટમાં ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યાં પણ ગોલ્ડ મેડલ જીતે તેવી દિવ્યાંગ ખેલાડીઓ સંગીતાબેન સુતરીયાને વિશેષ શુભકામનાઓ આપી છે.