ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગર જિલ્લાની જશવંતપુર પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેળાઈ દ્વારા ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, ચિત્રકાર સુરેન્દ્રસિંહ સરવૈયાના સંકલનથી તમાકુથી થતા નુકસાન અંગેની ચિત્ર સ્પર્ધા અને પરિસંવાદ યોજાયો હતો.સુપરવાઇઝર મનોજભાઈ રાવળ દ્વારા સ્પર્ધા અંગે મહત્વ સમજાવેલ, ચિત્રકાર સુરેન્દ્રસિંહ સરવૈયા દ્વારા બાળકોને ચિત્ર કઈ રીતે દોરવું તેની માહિતી આપી હતી. ચિત્રકાર સોનલબેન સરવૈયા દ્વારા ચિત્રો અને રંગો વિશેષ સમજણ અપાઈ હતી. તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, મનોજભાઈ રાવલ દ્વારા દૂષિત પાણીથી થતા રોગો અંગે સમજણ આપવામાં આવી હતી.
આ તકે મેડિકલ ઓફિસર ડો. ઋત્વીબેન માંગુકિયા દ્વારા તમામ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે આચાર્ય ચેતનભાઇ મકવાણા વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ રાજગુરુ, સૂર્યાબેન પટેલ, દિનેશભાઈ ગોહિલ, જીતેન્દ્રભાઈ પ્રવાસી, ફાર્માસિસ્ટ પ્રકાશભાઈ ગોહિલ, મુન્નાભાઈ ગોસ્વામી, જાગૃતિબેન ગોહિલ દ્વારા જહેમત ઉઠાવી હતી.