Read Time:1 Minute, 15 Second
ગુજરાત ભૂમિ, મોરબી
તા.19 સપ્ટેમ્બરના રોજ નિકળશે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે
તા.19 સપ્ટેમ્બરના ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મોરબીમાં લખધીરવાસ ચોક ખાતે રોકડીયા હનુમાનજી મંદિર સામે મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા.19 સપ્ટેમ્બરના રોજ મંગળવારે બપોરે 11-30 વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે થી લખઘીવાસ ચોક ભવ્ય શોભાયાત્રા નીકળશે અને ત્યારબાદ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. સાંજે 7-30 વાગ્યે મહાઆરતીનુ પણ આયોજન કરાયું છે. અને દરરોજ રાત્રે રાસ ગરબા કાયૅક્રમો યોજવામાં આવશે. જયારે વિસજૅન તા.28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. તો આ ગણપતિ મહોત્સવમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ મયુરનગરી કા રાજા ગ્રુપ દ્વારા સવૅ ભાવી ભકતોને આમંત્રણ પાઠવેલ છે.
રિપોટૅર : પિયુષ વાઢારા, મોરબી
