0
0
Read Time:49 Second
ગુજરાત ભૂમિ, સોમનાથ
ભક્તો મહાદેવના અલૌકિક સ્વરૂપ ના દર્શન કરી ધન્ય બન્યા
શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ભક્તો મહાદેવના દર્શનાર્થે દુર દુર થી આવી રહ્યા છે. આજરોજ શ્રાવણ વદ ત્રીજના દિવસે સોમનાથ મહાદેવને મહાકાલ દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો. જેમાં સોમનાથ મહાદેવ ને ત્રિપુંડ-ચંદ્ર-બિલ્વપત્ર-ત્રિનેત્ર ની સાથે શ્વેત પુષ્પો-ગુલાબો-ગલગોટા- સાથે જ સુકામેવા-બોરસલી થી શૃંગારીત કરવામાં આવેલ હતા. ભક્તો આ શૃંગાર દર્શન ની ઝાંખી થી મંત્રમુગ્ધ બન્યા હતા.