0
0
Read Time:1 Minute, 3 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦3 એકમ (કંપની)માં મશીન ઓપરેટર, VMC ઓપરેટર, એન્જીનીયર, ટ્રેનીંગ કેન્દ્ર મેનેજર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ.ટી.આઈ. (ફીટર/વેલ્ડર/ડીઝલ મિકેનિક), ડીપ્લોમા મિકેનિકલ VMC ઓપરેટરનો કોઇપણ કોર્સ/અનુભવ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૮/૦૬/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે,આઈ. ટી. આઈ. શિહોર, જિ.ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે.