ગુજરાત ભૂમિ, વડગામ
ખંભાત તાલુકાના વડગામ ગામે બી. એ. પી.એસ સ્વામિનારાયણ મંદિર બોચાસણ ના સંતો દ્વારા હિન્દુ ધર્મ ની અસ્મિતા વિશે સત્સંગ પારાયણ યોજાઈ ગઈ. ખંભાત,તારાપુર અને જલુંધ ક્ષેત્ર ના સંત નિર્દેશક શ્રી ગુણવલ્લભ દાસ સ્વામી અને સહ સંત નિર્દેશક શ્રી સર્વજીવન દાસ સ્વામી એ વડગામ ગામ માં ઘેર ઘેર પધરામણી કરવામાં આવી હતી અને ઘરમાં રહેલ દરેક પુરુષ સભ્યો ની રૂબરૂ મુલાકાત કરીને વ્યશન મુક્તિ અને હિન્દુ ધર્મ ની ઓળખ કરાવી હતી.રાત્રિ દરમિયાન સત્સંગ પારાયણ યોજાઈ હતી જેમાં સ્વામી શ્રી દ્વારા હિન્દુ ધર્મ ની જાનકારી અને તેની અસ્મિતા વિશે સત્સંગ કર્યો હતો. આ પારાયણ માં વડગામ ગામનાં આશરે 200 જેટલા આબાલ વૃદ્ધએ લાભ લીધો હતો.

બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વડગામ ગામ માં બાળ મંડળ,બાલિકા મંડળ, મહિલા મંડળ, સંયુક્ત મંડળો ચાલે છે અને ધૂન, કીર્તન, સત્સંગ ચાલે છે. જેના કારણે ગામનાં બાળકો, યુવકો અને યુવતીઓ ગેર માર્ગે જતાં અટક્યા છે અને વ્યનમુક્તિ થયા છે.
