જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

Views: 79
0 0

Read Time:2 Minute, 36 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

             જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીના ધોરણોનું અપગ્રેડેશન, ગતિમર્યાદાને કારણે થતાં અકસ્માત નિવારણ તેમજ કાળજીના પગલા તરીકે સ્પીડબ્રેકર મૂકવા જેવા સ્થળોની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ કલેક્ટરશ્રીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. 

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ અકસ્માતના કિસ્સામાં કારણ ઓળખી મિનિમમ રિસ્પોન્સ ટાઈમમાં પરિણામ મેળવવા તેમજ અતિભયજનક વળાંક પર માર્કિંગ કામગીરી અને જિલ્લામાં બ્લેકસ્પોટ ઓળખી કાર્યવાહી કરવા જેવા ટ્રાફિક નિયમન અને રોડ સેફ્ટી અંગેના પગલાઓ અંગે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપી માર્ગદર્શિત કર્યા હતાં.

         જ્યારે રોડ સેફ્ટી અંતર્ગતની આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સરવૈયાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્શન ટેકન રિપોર્ટ, અકસ્માતો થયા હોય તે સ્થળોની તપાસ કરી યોગ્ય પગલાં લેવા, જરૂરિયાત મુજબ સાઇન બોર્ડ, ડાયવર્ઝન તેમજ રોડ અકસ્માતને ઘટાડવાની સ્ટ્રેટેજી, પુલ પર યોગ્ય જગ્યાએ નિયમોનુસાર ક્રેશ બેરિયર સહિત શાળાઓમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવા સહિતના અનેક મુદ્દાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ મિટિંગમાં કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (સ્ટેટ) સુનિલ મકવાણા, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (પંચાયત) અંકિત ભદૌરિયા, પોલીસ અધિકારી એમ.યુ.મસી, ડેપો મેનેજર દિલિપ શામળા સહીત નેશનલ હાઈવે ઓથોરિટી, શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *