ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશઃ વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોર્ડ નં.- ૬માં ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયા પરા ત્રાસીયા રોડ પર અદ્યતન લાયબ્રેરી બનાવવાની કામગીરી અને અને બિપરજોય વાવાઝોડા બાદ થયેલ કામગીરી અંગે રૈયાગામ પાસેના વોંકળાની તા. ૨૩-૦૬-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે સમીક્ષા કરી હતી તેમજ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેની બુકો અને રેર બુક્સનો પર્યાપ્ત માત્રામાં જથ્થો જળવાઈ રહે તેમજ સ્માર્ટ સિટી એરિયામાં ચાલતી કામગીરી તાકીદે પૂર્ણ કરવા અંગે સંબંધિત અધિકારીની સુચના આપી હતી.
મ્યુનિ. કમિશનરએ વિઝિટ દરમ્યાન જણાવ્યું હતું કે, સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકે તેવી બુકોનો પર્યાપ્ત માત્રા જથ્થો જળવાઈ રહે તે જરૂરી છે, તેમજ પરીક્ષાની તૈયારી કરતા બાળકો બુક્સ જમા કરાવવા વહેલા-મોડા આવી શકે તો અન્ય વિદ્યાર્થીઓને પરીક્ષા લગત બુક્સ મળી રહે તે પ્રમાણે બુક્સનો જથ્થો ઉપલબ્ધ રાખવો તેમજ રેર બુકો જેવી કે, રીડિંગ બુક તેમજ બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ ન થતી બુકોનો જથ્થો ઉપલબ્ધ રાખવા સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી છે.
વોર્ડ નં.૬માં ૪૩૩૪.૦૦ ચો.મી બાંધકામ એરિયામાં બની રહેલ અદ્યતન લાઈબ્રેરીની કામગીરી ચાલી રહી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સિક્યુરિટી ઓફિસ, જનરલ ટોઇલેટ (જેટ્સ, લેડિઝ), બેગ ડીપોઝીટ રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, વિશાળ પાર્કિંગ અને લિફ્ટ, ફર્સ્ટ ફ્લોર પર ઇસ્યુ રિટર્ન કાઉન્ટર, મેગેઝીન ક્લબ, જનરલ વાંચનાલય વિભાગ, વર્તમાન પત્રો વિભાગ, મેગેઝીન વિભાગ, કોન્ફરન્સ રૂમ, મલ્ટી મિડિયા નેટ ક્લબ, બાળ સાહીત્ય વિભાગ, ચિલ્ડ્રન ટોયઝ લાયબ્રેરી, ઓફિસ, મિટિંગ રૂમ, લાઈબેરિયન ઓફીસ, આસી. લાઈબ્રેરિયન ઓફીસ, સ્ટોર રૂમ, સ્ટુડન્ટ સ્ટડી કોર્નર, લેડીસ તથા જેન્ટ્સ ટોઇલેટ અને ૮૮ વિધાર્થીની બેઠક વ્યવસ્થા, સેકન્ડ ફ્લોર પર ગુજરાતી ભાષા ગ્રંથ સંગ્રહ, અંગ્રેજી ભાષા ગ્રંથ સંગ્રહ, હિન્દી ભાષા ગ્રંથ સંગ્રહ, લેડીસ જેન્ટ્સ ટોઇલેટ, સ્ટોર રૂમ, વિધાર્થી વાંચનાલય (બહેનો માટે) અને ૧૪૦ વિધાર્થીની બેઠક વ્યવસ્થા, થર્ડ ફ્લોર પર વિધાર્થી વાંચનાલય (ભાઈઓ માટે), મીની થિયેટર (પ્રોજેક્ટર રૂમ) 80 સીટ, ગ્રંથ સંગ્રહ, લેડીસ જેન્ટ્સ ટોઇલેટ અને ૧૪૦ વિધાર્થીની બેઠક વ્યવસ્થા તેમજ સેન્ટ્રલી એ/સી, સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ અને ફાયર સિસ્ટમથી સજ્જ જેવી અન્ય સુવિધા ઉપલબ્ધ રહેશે.
હમણા જ આવેલ બિપરજોય વાવાઝોડા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે રૈયાગામ પાસે આવેલ વોંકળાની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં વરસાદી પાણીનો નિકાલ સહેલાઈથી થઇ શકે તે અંગેની કામગીરી નિહાળી હતી.
સ્માર્ટ સિટી એરિયા ચાલતી રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અંગે મ્યુનિ. કમિશનરએ પ્રોગ્રેસ રિપોર્ટ ચકાસ્યો હતો જેમાં બાકી રહેલ કામગીરી તાકીદે પૂર્ણ કરવા સંબંધિત અધિકારી તેમજ એલ. એન્ડ ટી., અને પી. એન્ડ પી. એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી. વધુમાં મ્યુનિ. કમિશનરએ સ્માર્ટ સિટી એરિયામાં પમ્પીંગ સ્ટેશન, CWR (ક્લીયર વોટર રીઝર્વોયર), RWR(રીસાઈકલ્ડ વોટર રીઝર્વોયર)ની કામગીરી સમીક્ષા પણ કરી હતી.
મ્યુનિ. કમિશનર આનંદ પટેલની ઉપરોક્ત વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, અઢીયા, આસી. મેનેજર અજય પરસાણા, એન. એમ. આરદેસણા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર વિગેરે હાજર રહ્યા હતા