0
0
Read Time:1 Minute, 4 Second
ભાવનગર સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ, કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોની સંસ્થાઓમાં 500 થી વધુ બાળકોએ કર્યા યોગ
ગુજરાત ભૂમિ, ભાવનગર
૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસના અવસર પર ભાવનગરની સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ બાળકોની સંસ્થાઓમાં ૫૦૦ થી વધુ બાળકોએ યોગ કર્યા હતા. ભાવનગરમાં આવેલ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, અંકુર મંદબુદ્ધિ બાળકોની વિશિષ્ઠ શાળા, ખી.લ. બહેરા મૂંગા બાળકોની શાળા દ્વારા વિવિધ યોગ નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી ચિલ્ડ્રન હોમ, તાપીબાઈ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને નંદ કુંવરબા બાલાશ્રમના ૧૦૦ જેટલા બાળકોએ યોગ કર્યા હતા.