ગુજરાત ભૂમિ, આણંદ
આણંદના સામરખા જમીન છેતરપિંડી કેસમાં ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ પોલીસ ઉપર ચોક્કસ આરોપીઓને બચવવાનો કર્યો આક્ષેપ ,કલેકટર ને આવેદન આપી સીબીઆઇ તપાસની માગણી કરી
આણંદ સામરખા જમીન છેતરપિંડી કેસના આણંદ સાંસદ બાદ ભાજપના યુવા નેતા અને હિન્દુ રક્ષક સમિતિના સ્થાપક પિંકલ ભાટિયાએ પણ પોલીસ કામગીરી ઉપર ચોક્કસ આરોપીઓને બચાવવાનો અને ગુનેગારને મદદ કરવાનો આક્ષેપ કરતા ચકચાર મચી.આ બાબતે તેઓની આગેવાનીમાં આણંદ કલેકટર અને સાંસદ મિતેષભાઈ પટેલને આવેદનપત્ર આપી સીબીઆઇ તપાસની માંગણી કરી છે.વળી ફરિયાદીએ અરજી આપી ત્યારથી લઈ ફરિયાદ નોધાઇ ત્યાં સુધી તેમજ ડીવાયએસપી પાસેથી તપાસ આંચકી આણંદ પીઆઈ ને તપાસ સોંપવામાં આવી સહિતની ઘટનાઓ ઉપર સવાલ ઉઠાવી પોલીસ કામગીરીને શંકાસ્પદ ગણાવી ઉચ્ચસ્તરીય તપાસ એજન્સી દ્વારા તપાસની માંગણી કરતા ચકચાર મચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ના સામરખાના 90 વર્ષીય વૃદ્ધ મનુભાઈ કેશવભાઈ પટેલના સાત કરોડ ઉપરાંતની જમીન છેતરપિંડી કેસમાં ફરી પોલીસની તપાસ કામગીરીને લઈ વિવાદમાં સપડાયો છે.આણંદ હિન્દુ રક્ષક સમિતિના સ્થાપક અને ભાજપના યુવા નેતા પિંકલ ભાટિયાએ કલેકટર અને સાંસદને આવેદનપત્ર પાઠવી પોલીસ તપાસ કામગીરી ઉપર ચોંકાવનારા તથ્યો સાથે પ્રશ્નો ઉઠાવ્યા છે
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સામરખા લેન્ડજેહાદમાં દસ્તાવેજ કરાવનાર બે મુસ્લિમ વ્યક્તિ છે.સત્તાર વ્હોરા અને ઇરફ઼ાન વ્હોરા.આ બંનેના સયુંકત નામે દસ્તાવેજ રજિસ્ટર થયેલ છે.આ બંને આરોપીઓ વિરુદ્ધ મનુભાઇ કેશવભાઈ પટેલે આણંદ ડીએસપી લેખિતમાં નામ જોગ ફરિયાદ કરેલ હતી.ડીએસપી દ્વારા આ ફરિયાદની તપાસ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપેવામાં આવી હતી. આ ફરિયાદ તપાસ લાંબા સમય સુધી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પેન્ડિંગ હોવા છતાં પીઆઇ એ તેમાં કોઇ કામગીરી કરી નહોતી.ત્યારબાદ કોઇપણ જાતની તપાસ કર્યા વગર સદર ગુના ની તપાસ આણંદ રૂરલના પીઆઇ ને સોંપવામાં આવી હતી.ત્યાં પણ ફરિયાદ પેન્ડિંગ પડી રહેતા અને તપાસ કાર્યવાહી શરૂ ન થતા સદર ગુના ની તપાસ આણંદના નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવી હતી.
જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ આ કામગીરી
પરંતુ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આરોપીઓના નિવેદનો લેવાયા અને તપાસ પૂરી થાય અને ગુનો દાખલ કરે તે પહેલા આશ્ચર્યજનક રીતે ડીવાયએસપી જે.એન.પંચાલ પાસેથી તપાસ આંચકી આણંદ પીઆઇ એચ આર બ્રહ્મભટ્ટને સોંપી દેવાઇ હતી.આ સમગ્ર કાર્યવાહી શંકાસ્પદ અને ઊંડી તપાસ માંગી લે તેવી છે. કારણકે જુનિયર કેડર ના અધિકારી પાસેથી તપાસ લઇ સિનિયર કેડર ના અધિકારીને આપી શકાય પરંતુ સિનિયર અધિકારી પાસેથી તપાસ લઇ તેની જુનિયર અધિકારીને તપાસ સોંપવી એ આશ્ચર્યજનક નિર્ણય છે. જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ આ કામગીરી શંકાસ્પદ જણાય છે. જે બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવા માંગણી કરવામાં આવી છે.
આરોપીને બચાવવા કોર્ટની સત્તા નો ઉપયોગ પોલીસ અધિકારીએ કર્યો હોવાનો આક્ષેપ
બીજી તરફ સૌથી મહત્વની બાબત છે કે ગુના વાળી મિલકતમાં સત્તાર વ્હોરા તથા ઇરફાન વોહરા તારાપુરવાળો સંયુક્ત ભાગીદાર છે અને સંયુક્ત માલિકો છે. તેમજ સદર જમીનમાં કોઇપણ જાતનું લખાણ બાનાખત દસ્તાવેજ બાહેંધરી કરાર, સમાધાન કરાર, સંમતિ પત્ર, બંને ધારકોનું હોવું બહુ જરૂરી છે. કોઇ એક વ્યક્તિ વણવહેચાયેલી આ બાબત પોલીસ સારી રીતે જાણે છે કે વણવહેંચાયેલી જમીનમાં કોઇ એક વ્યક્તિ કોઇપણ પ્રકારનું લખાણ આપે તો તે માન્ય નથી.છતાં ઇરફાન વોરા ના શંકાસ્પદ લખાણો નો એકઆઇઆરમાં ઉલ્લેખ કરી તેને આરોપી તરીકે બાકાત રાખવાનો અને બચાવવાનો પોલીસે ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધ, જોગવાઇઓ વિરુદ્ધ, નીતિ નિયમો વિરુદ્ધ,કામગીરી કરેલ હોવાનું અમારું માનવું છે. જો ગુનો દાખલ થાય તો સત્તાર વોહરા તથા ઇરફાન વોહરા બંને વિરુદ્ધ થાય અને એક સમાન કાયદાકીય પગલા ભરાય પરંતુ ગુનો દાખલ થાય તેના બે જ દિવસ પહેલા એકાએક ઇરફાન વોહરાની સંમતિ અને સમાધાન કરારો મનુભાઇ કેશવભાઇ પટેલની તરફેણમાં કરાવી ઇરફાન વોહરા ને ગુનામાંથી મુક્ત કરવાની કોર્ટની સત્તા નો ઉપયોગ પોલીસ અધિકારીએ કર્યો હોવાનો આક્ષેપ કરી આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગણી કરવામાં આવી છે.
આ ષડયંત્રમાં શહેરના નામાંકીત વકીલની શંકાસ્પદ ભૂમિકા !!!
આ ઉપરાંત આરોપી અનીસ વોહરા જે ગુનો દાખલ થતા પહેલા જ હવા હવાઈ થઇ ગયેલો છે તેને કેવી રીતે ખબર પડી કે ગુનો દાખલ થવાનો છે ? અને તેમાં શહેરના કયા કૂખ્યાત વકીલનો હાથ છે? તે બાબતે પણ તપાસ થવી જોઈએ. નોંધનીય છે કે અનિસ વોહરાએ આ પહેલા પણ જમીન છેતરપિંડીના ગુના આચરેલા છે તો તેને અગાઉથી કોણે જાણ કરી જેથી તે પોલીસ પકડથી દૂર થઇ ગયો અને અગાઉ તેની પર ગુના દાખલ થયેલ હોવા છતાં તેના વિરુદ્ધ પાસા કે ગુજસીટોક જેવી કાર્યવાહી કેમ ના થઇ ?આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જરૂરી છે.
નોંધનીય છે કે આ પ્રકરણમાં ગુનો દાખલ થાય તે પહેલા આરોપી સતાર વોહરા ઉર્ફે સતાર નાવલી પાસેથી રૂપિયા ની ખંડણી કયા વકીલે કયા ગુનેગારોને સાથે રાખી વસૂલ કરી ? અને સતાર વોરા ઉર્ફે સતાર નાવલી ના ઘરે ખંડણીના પૈસા ઉઘરાવવા મારઝૂડ કરેલી જેમાં ગુનો પણ દાખલ થયેલ હતો તે પણ આણંદના કૂખ્યાત વકીલની સૂચનાથી જ ખંડણી માંગ કરવામાં આવી હતી કે કેમ???જેની પણ ઊંડી તપાસ થવી જોઇએ.
સાંસદ મિતેષભાઇની દરમ્યાનગીરી બાદ ગુનો નોંધાયો
આ કેસ લેન્ડગ્રેબીંગ અને લેજેહાદની મોડેસ ઓપરેન્ડી નો જાગતો પુરાવો સાબિત થઇ શકે તેમ છે.આમાં પોલીસ,વકીલ,લેન્ડમાકિયા,રાજકારણ, સહિતના લોકો સામેલ હોય તેવી શંકા સ્વાભાવિક છે.આણંદ સાંસદ મિતેષભાઇએ આ ગુના બાબતે અવાજ ઉઠાવ્યો છે. તેમજ આ બાબતે જિલ્લા સંકલન સમિતિ માં આક્રમક રજૂઆત કરી હતી જે બાદ જ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ઇરફાન વોરા તથા તેની પાછળ રહેલા શહેરના નામાંકિત અને લેન્ડગ્રેબર વિરુદ્ધ ગુનો દાખલ ના થાય તેની ખાસ તકેદારી રાખી દેખાવ ખાતર આ ગુનો દાખલ કરી મોટા ગુનેગારોને બચાવવાનું તથા છાવરવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
હિન્દુ હિત રક્ષક સમિતિના પીંકલ ભાટિયાની આગેવાનીમાં કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં આ વિવાદમાં અરજી દાખલ થયે થી કરિયાદ થયા સુધીની તમામ ગતિવિધિ ની તલસ્પર્શી તપાસ થાય આ બાબત માં સીબીઆઇ તપાસ કે અન્ય સક્ષમ એજન્સી મારફતે તપાસ થવી ખૂબ જરૂરી છે હોવાનુ જણાવી આ ગુના સંદર્ભે કલેકટરને આગેવાનીમાં SIT માં તપાસ સોંપી ગુનેગારો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવે તે જાહેરહિતમાં અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના નિયમો અને સિદ્ધાંતોના પાલન માટે અતિ આવશ્યક હોવાનુ જણાવી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.