“યોગ એટલે મનને પોષણ આપવુ” જાનવી પ્રતિભા મહેતા (યોગ નિષ્ણાત)

Views: 97
0 0

Read Time:3 Minute, 59 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

        આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે ૨૧મી જૂને સમગ્ર દેશમાં ઉજવણી થવાની છે. આજે યોગ આપણા દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોને સુખાકારી પ્રદાન કરે છે. નું પ્રદાન કરે છે. ભાવનગરમાં રહેતા જાનવી પ્રતિભા મહેતા યોગ ક્ષેત્રે ઘણી નામના ધરાવે છે. તેમણે ૩૬મી નેશનલ ગેમ્સ યોગાસનમાં આર્ટિસ્ટિક પેરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેઓ અષ્ટાંગયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક પણ છે. યોગ જીવનમાં ખુબ પ્રતિકારક છે. નિયમિત યોગ કરવા થી અનેક લાભ થાય છે. જાનવી પ્રતિભા મહેતા યોગથી થતાં શારીરિક અને માનસિક ફાયદા વિષે જણાવતા કહે છે કે, યોગ દ્વારા થતા શારીરિક ફાયદાઓ તો સર્વ વિદિત છે. યોગ શરીર ના તમામ તંત્ર જેવાકે પાચનતંત્ર, ભ્રમણતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્ગતંત્ર, સ્નાયુતંત્ર, પ્રજનનતંત્ર, ગ્રંથિતંત્ર, ચેતાતંત્ર, કંકાલતંત્રને યોગ્ય રીતે કાર્ય કરવા માં મદદ કરે છે.

    જેમ શરીર ચલાવવા ખોરાકની જરૂર પડે છે તેમ મનને પણ ખોરાક જોઈએ છે જેનું નામ યોગ છે. યોગ દ્વારા ક્રોધ, ઈર્ષા, દ્વેષ, કામ, મોહ જેવા ભાવ દૂર થાય છે અને સારી તંદુરસ્તી સાથે મનની શાંતિ પણ પ્રાપ્ત થાય છે. તેઓ વધુમાં જણાવે છે કે મોટાભાગે લોકો યોગ એટલે માત્ર આસન જ હોય તેવી ગેરસમજ ધરાવે છે. પરંતુ યોગ તન, મન અને શ્વાસને જોડી જીવનયાત્રામાં શાંતિ, આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે. યોગથી ઘણા દ્રશ્ય અને અદ્ગષ્ટ લાભની જો વિસ્તાર માં ચર્ચા કરીએ તો યોગ મનની શાંતિ પ્રદાન કરે છે. યોગ તે અશાંત મનને શાંત કરવાનો સૌથી સરળ ઉપાય છે. યોગનો સમાવેશ દૈનિક ક્રિયાઓમાં કરવાથી શરીર મજબુત અને લચીલું બનશે. રોજિંદા પ્રવૃત્તિઓ જેમ કે ચાલવાનું, બેસવાનું, સુવું અને ઉભા રેહવુ તે વધુ સરળ બનશે. શરીરના અનેક દુ:ખાવાથી મુક્તિ પણ યોગ આપશે. યોગ દ્વારા ફક્ત શારીરિક રીતે નહિ પણ માનસિક અને ભાવનાત્મક રીતે પણ મનુષ્ય સંતુલનનો અનુભવ કરે છે. જીવનમાં રોગ આનંદિત, પ્રેમા અને ઉત્સાહનો આભાવ છે જેને યોગ દ્વારા પુનઃ મેળવી શકાય છે. યોગમાં સૂર્ય નમસ્કાર અને કપાલભાતિ પ્રણાયામ નિયમિત રીતે કરવાથી વજનમાં ઘટાડો થાય છે. તદ્દઉપરાંત નિયમિત રીતે યોગ કરવાથી કેટલું અને ક્યારે શું આહાર લેવો તે પ્રત્યે પણ વધારે સભાન બનાવે છે. નિયમિત યોગના અભ્યાસ દ્વારા રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. યોગ મનના થાકને દૂર કરે છે અને સ્નાયુઓને મજબુત કરે છે. પ્રણાયામ અને ધ્યાન કરવાથી તણાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે. યોગ મનને પ્રફુલ્લિત રાખે છે જેને કારણે પરિવારજનો અને સંબંધોમાં પણ સુધારો આવે છે. યોગ અને પ્રાણાયામ મનુષ્યને જાગૃત થવામાં મદદ કરે છે સાથે સાથે વર્તમાન ક્ષણમાં કેન્દ્રિત રહેવામાં પણ મદદરૂપ બને છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *