ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટે તથા લોકોમાં કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ અંગેની જાગૃતિ આવે તે માટે તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.૦૨ ખાતે ગાયત્રીધામ સોસાયટી શેરી નં.૦૩ ની પાછળ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ઓપન પ્લોટમાં ટ્રેકટરના માલિક ધીરૂભાઇ ગડારીયા તથા ભુરાભાઇ વણઝારા દ્વારા કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ આ ઓપન પ્લોટમાં ખાલી કરતા પકડાયેલ હોય, આ બંને આસામીઓ પાસેથી કુલ રૂ|.૧૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી માનનીય મ્યુનિસીપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નિલેશભાઇ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી વલ્લભભાઇ જીંજાળાની આગેવાની હેઠળ વોર્ડ નં.૦૨ તથા ૦૩ ના એસ.આઇ. મિતેષભાઇ જેઠવા, પી.પી.જોષી તથા એસ.એસ.આઇ. કૌશલભાઇ દવે, કિરીટસિંહ રાઠોડ દ્વારા જાહેરમાં બાંધકામ વેસ્ટનું ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.