ગુજરાત ભૂમિ, ભુજ
મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, ગાંધીનગરના તા.૧૮/૧૦/૨૦૨૨ વાળા પત્રથી તા.૨૬/૦૧/૨૦૨૩ના રોજ સ્મૃતિવન અર્થકવેક મેમોરીયલ અને મ્યુઝિયમ, ભુજ-કચ્છ ખાતે વર્ષ ૨૦૦૧ના ધરતીકંપમાં સ્વર્ગસ્થ પામેલ સદગત વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમના પરિવારજનો દ્વારા વૃક્ષારોપણ, ભજન કાર્યક્રમ, ચેકડેમ ટૂર અને સ્મૃતિવન અર્થકવેક મેમોરીયલ મ્યુઝિયમની મુલાકાત જેવા કાર્યક્રમો આયોજીત કરવાનું પ્રાયોજન વિચારાધિન છે.
આ હેતુથી કલેકટર, કચ્છ(ભુજ)ની સૂચનાનુસાર ભચાઉ તાલુકા તથા ભચાઉ શહેરના તમામ નાગરિકોને જણાવવામાં આવે છે કે, ભૂકંપમાં મૃત્યુ પામેલ સદગતના સગાઓની માહિતી જેવી કે સગાનું પુરૂનામ, સદગત સાથેનો તેમનો સબંધ, હાલનું પુરૂ સરનામું અને મોબાઇલ નંબર વગેરે ભચાઉ શહેરની માહિતી મામલતદાર કચેરી, ભચાઉ અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની માહિતી તાલુકા વિકાસ અધિકારી, ભચાઉની કચેરીએ રૂબરૂમાં તા.૦૫/૦૧/૨૦૨૩ સુધીમાં મોકલી આપવા જે.એચ.પાણ, મામલતદાર, ભચાઉ, તા.ભચાઉ(કચ્છ) દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.