Read Time:1 Minute, 2 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
બી.એસ.એફ. હેડકવાર્ટર દ્વારા કચ્છ, બનાસકાંઠા તથા ગાંધીનગર ખાતે સંરક્ષણ ક્ષેત્રે જોડાવાં ઈચ્છુંક પુરુષ ઉમેદવારો માટે નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક સંભવિત આયોજન થવાનુ હોય, તાલીમવર્ગમાં જોડાવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઘો-૧૦ પાસ, ઉંચાઈ: ૧૬૮ સે.મી., વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭-૮૨ સે.મી. હોવુ જોઈએ તથા ઉમેદવારોની ઉંમર: ૧૭.૫ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહૂમાળી ભવન, ભાવનગર કચેરી ખાતેથી વહેલા તે પહેલાનાં ધોરણે ચાલુ કચેરી દિવસો અને સમય દરમિયાન રૂબરૂ ફોર્મ મેળવી જરૂરી પ્રમાણપત્રો સાથે પરત કરવાનાં રહેશે.
