ગુજરાત ભૂમિ, ભાવનગર
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ દ્વારા ભાવનગર જીલ્લામાં નોધાયેલ બાંધકામ શ્રમિકોએ પોતાના ર (બે) બાળકોની વર્ષ-૨૦૨૩-૨૪ ની શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે https://sanman.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઓનલાઈન પોર્ટલ પર વિધાર્થીના શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ નું સત્ર શરૂ થયા તારીખ થી ૧૮૦ દિવસ (૬ માસ) ની સમય મર્યાદામાં અરજી સ્વીકારવામાં આવશે તેમજ શિક્ષણ સહાય અંગેની તમામ શરતો ઓનલાઈન પોર્ટલ પર આપવામાં આવેલ છે તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ હવે પછી થી https://sairman.gujarat.gov.in પોર્ટલ પર બાંધકામ શ્રમિકે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે અંગે જરૂરી પૂછ-પરછ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગર, રૂમ નંબર – ૦૫, પ્રથમ માળ, દરબાર ગઢ આંબાચોક, જૂની તિજોરી કચેરી, ભાવનગર (ફોન-૦૨૭૮-૨૪૨૩૦૪૩) કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.
