ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીર સોમનાથ કલેકટર એચ. કે વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ કલેક્ટરશ્રીની કચેરી ઈણાજ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઇ હતી
જેમા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી ડી ભાંભીએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના વિશે સૌને માહિતગાર કરીને અને તેઓએ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની ટાસ્ફ ફોર્સ કમિટીના સભ્યો સમક્ષ કામગીરી વિશેની માહિતી આપી હતી.તેમજ કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં મહિલાલક્ષી યોજનાઓનો છેવાડાની મહીલાઓ વધુમાં વધુ લાભલે તે માટે મહીલાઓને માહીતગાર કરવી અને જિલ્લામાં દીકરીઓનું પ્રમાણ વધે તે માટે પીસી પીએનડીટી એકટ અંતર્ગત સઘન ચેકિંગ અને વિઝીટ કરવા જણાવ્યુ હતુ.
તદુપરાંત કલેક્ટરએ વધુમાં જણાવતા કહ્યુ હતુ કે દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવી તેમજ શિક્ષણ માટે દૂર જવું ન પડે અને સરળતાથી એડમિશન મળી જાય તેમજ ડ્રોપ આઉટ રેશીયો ઘટે તેવી વ્યવસ્થાઓ કરવા અધીકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.સાથે જ દીકરીઓમાં લોહતત્વનું પ્રમાણ ન ઘટે તે માટે આર્યનની ગોળી આપવાનું સુચારું આયોજન તેમજ દીકરીઓ જન્મદર વધે તે માટે સોશ્યિલ મીડિયા દ્વારા જાગૃતિ આવેતે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે,અધિક જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી ડો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ કે વાજા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.