ગુજરાત ભૂમિ, ભુજ
ભુજ શહેર મધ્યે આવેલ સ્મૃતિવન ખાતે આગામી તા.૨૬/૦૧/૨૦૨૩ના રોજ સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં અવસાન પામેલ દિવંગતોની સ્મૃતિમાં તેઓના સ્વજનોની ઉપસ્થિત્માં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારાધીન છે. આથી ભુજ શહેર, મિરઝાપર, માધાપર અને સુખપર વિસ્તારની જાહેર જનતા પૈકી જે લોકોએ વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં તેમના વ્હાલા સ્વજન ગુમાવેલ હોય તેવા લોકોએ પોતાના અવસાન પામેલ દિવંગતનું નામ, અવસાન પામેલ દિવંગતના સગા – સબંધીનું નામ તેમજ સગા – સબંધીના સંપર્ક નંબર અને સરનામા સહિતની વિગતો તાત્કાલિક મામલતદાર કચેરી, ભુજ (શહેર), તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, મુંદ્રા રોડ, ભુજ ખાતે મોકલી આપવા અથવા કચેરીના ટેલીફોન નંબર ૦૨૮૩૨-૨૩૧૫૭૯ પર સવારે ૧૦:૩૦ કલાકથી સાંજે ૦૬:૧૦ કલાક સુધીમાં જાણ કરવા અંગે મામલતદાર ભુજ(શહેર)ની અખબારીયાદીમાં જણાવાયું છે.