ગુજરાત ભૂમિ, ભાવનગર
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. તેનો પરિવાર આ જાણીને ચિંતામાં ગરકાવ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે એક રીતે આ બાળકીને નવજીવન મળ્યું છે. હ્યદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરવામાં આવે છે જેમાં બાળકની તમામ સ્વાસ્થ્યને લગતી બાબતો નોંધવામાં આવે છે. જેના આધારે આવાં ગંભીર પ્રકારનો રોગ પણ જાણમાં આવે છે અને તેના તુરંત જ પ્રાથમિક રિપોર્ટ કરાવવાથી ગંભીર પ્રકારની બિમારીને જાણી તેની સારવાર કરી શકાય છે. આ કાર્યક્રમથી અનેક બાળકોની સારવાર શક્ય બની છે. આવી જ રીતે ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રહેતાં દિલીપભાઇ ડોડિયાની પુત્રી નવ્યાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા તપાસ કરતા બાળકીને જન્મજાત હૃદયરોગ જણાયો હતો. આ અન્વયે તુરંત જ ભાવનગર ખાતે આવેલ સર ટી. હોસ્પિટલ ખાતે તથા ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે આ બાળકને રીફર કરવામાં આવ્યું હતું. આથી યુ. એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ નવ્યાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમ, વિનામૂલ્યે સફળ ઓપરેશન થતાં બાળકીને પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી તેમજ સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આભાર માનેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીપ્રસાદ કુમાર, આર.સી.એચ.ઓ. ડો. કોકિલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સૂફીયાન લાખાણી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. ડી. જી. વિરાણી, તથા ડો. વાય. આઈ. રાણા, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ફાર્માસિસ્ટ જીજ્ઞા ભોજ નો સહયોગ મળ્યો હતો.