ભાવનગર જિલ્લામાં લોક અદાલતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો : ૧૦,૫૩૦ કેસોનો નિકાલ થયો

Views: 43
0 0

Read Time:1 Minute, 51 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

      જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ભાવનગર દવારા તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) ના આદેશ અનુસાર નેશનલ લોકઅદાલત નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ રૂ.૮.૭૧ કરોડ સમાધાનની રકમ દવારા કુલ ૧૦,૫૩૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના અધ્યક્ષ અને જિલ્લા ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદા માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયા હતા.

જેમાં ૪૧ મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ. ૧,૭૦,૯૬,૭૦૦/- નો વળતરનો હુકમ કરાયો હતો. ઉપરાંત, ૫૧૧૫ પ્રિલીટીગેશન કેસોનો નિકાલ કરી રૂ. પ૭,૮૨,૧૨૩ વળતરનો હુક્મ કરાયો હતો.

લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ જયુડીશીયલ ઓફિસર, વકીલઓ તથા ફૂલ ટાઈમ સેક્રેટરી એસ.એન.ધાસૂરા સહિતે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના કર્મચારીઓ અને અન્ય તમામ કોર્ટના કર્મચારીઓએ આ લોકઅદાલત સફળ બનાવવા ખુબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *