મ.સા યુનીવર્સીટી છોટાઉદેપુર જીલ્લા પ્રશાસનની મદદથી પ્રમાણભૂત ગેઝેટિયર બનાવશે

Views: 161
0 0

Read Time:2 Minute, 4 Second

ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર

મહારાજા સાયાજીરાવ યુની.ની ઈતિહાસ, ભૂગોળ, પુરાત્વશાખા, અને રજીસ્ટ્રાર સહિતની એક ટીમ આજે છોટાઉદેપુર કલેકટર કચેરી ખાતે છોટાઉદેપુર જીલ્લાની ગેઝેટિયર બનાવવા માટે એક પ્રાથમિક બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરાથી ૯ પ્રોફેસરોની એક ટીમ, સુશ્રી સ્તુતિ ચારણ, આરકે ભગોરા, ડીડીઓ, બોડેલી પ્રાંત ઓફિસર તેમજ અન્ય કચેરીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. યુનીવર્સીટીની ટીમને લીડ કરનારા ડો.કે એમ ચુડાસમાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લો બન્યા પછી આ પ્રથમ વખત ગેઝેટિયર બનવા જઈ રહ્યું છે. જેમાં જીલ્લાની તમામ માહિતી, સ્ટેટેસ્ટિકસ, યોજનાઓ, ચિત્રો, લેખો, કવિતાઓ, હસ્તપ્રત, વર્ણનો, ઐતિહાસિક ઘટનાઓ, મહત્વ, કુદરતી સંપદા, વગેરે બાબતોને જીણવટ પૂર્વક પ્રમાણભૂત છે કે કેમ તે ચકાસવામાં આવશે અને તેને રસપ્રદ શૈલીમાં લોકો સમજી શકે તે રીતે પ્રસ્તુત કરવામાં આવશે. ઓછા લખાણમાં વધારે બાબતો સમાવવી, શબ્દોનું લાઘવ રચવું, સુચારુ માહિતી લોકો, ઇન્ડસ્ટ્રી, મીડિયા, ટુરિસ્ટસ, બીજા સ્ટેટના અભ્યાસુઓ, અન્ય દેશના રિસર્ચર વગેરેને ખુબ ઉપયોગી થાય તેવી બાબતો આ બુકમાં વાણી લેવામાં આવશે. કલેકટર, છોટાઉદેપુરે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જીલ્લા પ્રશાસન અને તમામ કચેરી આ બુકલેટ માટે બનતી મદદ કરશે અને આવી બુકલેટ બની રહી છે તો સૌ કોઈને ઉપયોગી થશે અને છોટાઉદેપુર માટે એક ગૌરવની બાબત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *