G20 ડેલિગેશનની સોમનાથ મુલાકાત અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે સમિક્ષા મીટિંગ યોજાઈ

Views: 84
0 0

Read Time:2 Minute, 8 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

       G20 મિટિંગના ભાગરૂપે તારીખ ૧૮-૧૯/૦૫/૨૦૨૩ના રોજ દિવ ખાતે Science-20 મિટિંગ યોજાનાર છે. જે અન્વયે G20 ડેલિગેશન સોમનાથ મંદિરે દર્શન માટે પધારનાર છે. જેના સુચારૂ આયોજન તેમજ અમલીકરણ માટે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સમિક્ષા મીટિંગ યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ટૂર લાઈઝન, મંદિર દર્શન, ટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા, વીજ વ્યવસ્થા, પાર્કિંગ સ્થળની વ્યવસ્થા, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી એવી તમામ આવશ્યક સેવાઓ અંગે માઇક્રોલેવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા એ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને વ્યવસ્થા અને આયોજન વિશે માર્ગદર્શિત કર્યા હતાં અને આ મિટિંગમાં G20 ડેલિગેશનના સોમનાથ મંદિરે દર્શન અંગે સુચારૂ વ્યવસ્થા ગોઠવાય તે અંગે આયોજન હાથ ધરાયુ હતું.

આ મિટિંગમાં પ્રાંત અધિકારી કે.વી.બાટી, જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રૉય, કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા, નાયબ કલેક્ટર જાની, ભૂમિકા વાટલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાજા, પુરવઠા અધિકારી રાહુલ ગમારા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *