ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૦/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૫/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર રૂપ ૮ રેકડી/કેબીન તે આનંદ બંગલા ચોક,કેવડાવાડી,ગાયત્રીનગર મેઈન રોડ,ધરાર માર્કેટ, હોસ્પિટલ ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ જે મવડી મેઈન રોડ, આનંદ બંગલા ચોક,ગુંદાવાડી મેઈન રોડ,ધરાર માર્કેટ,ભક્તિનગર સ્ટેશન રોડ, થી જપ્ત કરવામાં આવી હતી, ૮૦૩ કી.ગ્રા. શાકભાજી-ફળો તે જ્યુબેલી, આનંદ બંગલા ચોક,કોર્ટ ચોક,જંકશન રોડ,કેવડાવાડી,શિતલપાર્ક,પારેવડી ચોક,આજીડેમ માર્કેટ, માથી જપ્ત કરવામાં આવ્યા હતા, રૂ.૫૧,૩૯૦/-મંડપ કમાન છાજલી ચાર્જ તે લોધાવડ ચોક કોર્નર સામે, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂ.૬૪,૦૦૦/- વહિવટી ચાર્જ તે જ્યુબેલી રોડ,પી.ડી.એમ.કોલેજ, ગોંડલ રોડ,કોઠારીયા રોડ,સંતકબીર રોડ,યુનિ.રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, અને ૭૭૧ બોર્ડ-બેનર તે મહિલા કોલેજ અંડર બ્રિજ,કમિશ્નર બંગલો રોડ, હોસ્પિટલ ચોક, રૈયા રોડ,હનુમન મઢી રોડ,રિંગ રોડ,કોર્ટ ચોક,ભાવનગર રોડ,કોઠારીયા રોડ,પારેવડી ચોક,કેશરી પુલ ઉપરથી,સંતકબીર રોડ,હુડકો ચોકડી, ભીમનગર, લક્ષ્મિનગર મેઈન રોડ,જડ્ડુસ હોટલ રોડ,નંદનવન ૪૦ ફુટ રોડ,રૈયા રોડ, પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

| વિગત | સંખ્યા/રકમ |
| રેકડી/કેબીન | ૮ |
| પરચુરણ માલ-સામાન | ૨૩ |
| શાકભાજી/ફળ | ૮૦૩ |
| મંડપ-કમાન છાજલી | રૂ.૫૧,૩૯૦/- |
| વહિવટી ચાર્જ | રૂ.૬૪,૦૦૦/- |
| બોર્ડ-બેનર | ૭૭૧ |
