ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતેસંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાત્રાલયની ૧૬ કન્યાઓએ ભાગ લીધો હતો જેમાંથી વિજેટને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કન્યા છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતાને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી વી.સી.વસાણી દ્વારા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ.જા.) તથા શ્રીમતી એમ.કે.રાઠોડ (સ.કુ.છા.ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં ભાગ લીધેલ ૧૬ વિદ્યાર્થિનીઓ પૈકી કુ. માલવીયા બીનલ વિજેતા બનતા તેઓને પ્રોત્સાહન ભાગરૂપે “પ્રમાણપત્ર” આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિધાર્થીનીઓમાં રહેલ ખેલદિલીની ભાવનાથી ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.