નારી સંરક્ષણ ગૃહની સિદ્ધિમાં ઉમેરાયું વધું એક મોરપીંછ

Views: 80
0 0

Read Time:3 Minute, 21 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

           લગ્ન જીવનનો સૌથી મોટો અને સૌથી ગંભીર નિર્ણય હોય છે. આ નિર્ણય જો સંપુર્ણપણે લઈ પણ લીધો તો પણ ગરીબ પરિવારોને લગ્નમાં થનાર ખર્ચાની ચિંતા નજર સમક્ષ રહે છે. આપણા સમાજમાં ઘણી આશ્રિત દીકરીઓ પણ છે જેને ક્યાથી સહાય મેળવવી તે એક મોટો પડકાર રૂપ પ્રશ્ન છે. જીવનમાં સાચા ખોટા નિર્ણયો માટે દોરનાર કોઈ નથી. પરંતુ આવી દિકરીઓને પણ વ્હારે તંત્ર આવીને પાલક પિતા બનીને લગ્ન કરાવે છે.

નારી સંરક્ષણ ગૃહો કેન્દ્રોમાં આશ્રિત બહેનોને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક આશ્રિત દિકરી ના લગ્ન ભાવનગરમાં તા. ૧૨/૦૫/૨૦૨૩ના રોજ થયેલ છે. નારી સંરક્ષણ કેન્દ્ર, ભાવનગરના આશ્રિત દીકરી નીનાબેન જે ૨૯ વર્ષિય છે તેમના લગ્ન પરમાર આતીષભાઈ શાંતિલાલ જે ભાવનગરમાં ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે તેમના સાથે થયેલ છે. દિકરી નીનાબેન નાનપણથી અલગ-અલગ સંસ્થાઓમાં ઉછરેલ હતી અને છેલ્લા ૧૨ વર્ષથી નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે વસવાટ કરે છે. આવી આશ્રિત દિકરીને સરકારની સહાયથી જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં મદદ મળેલ છે.

આ તકે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલા જણાવે છે કે, “નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રોના આશ્રિત બહેનોને લગ્ન અંગેની સહાય વર્ષ ૨૦૨૨-૨૩ સુધી રૂ. ૨૦,૦૦૦ આપવામાં આવી હતી જે વર્ષ ૨૦૨૩-૨૪ માં વધારીને રૂ. ૧,૫૦,૦૦૦/- કરેલ છે. પ્રશંશનિય છે કે રૂ. ૫૦૦૦૦/- દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. ૫૦૦૦૦/- નાં નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. ૫૦૦૦૦/- લગ્ન માટે આનુષગીક ખર્ચ માટે જોગવાઈ કરવામાં આવેલ છે જેનાં થકી અનેક આશ્રિત બહેનોને સહાય પ્રાપ્ત થાય છે.”

વધુમાં તેઓ જણાવે છે કે ગુજરાત સરકારના આ હકારાત્મક અભિગમ દ્વારા અનેક દિકરીઓને આર્થિક સહાય મળી રહે છે અને લગ્નને લગતી અનેક ચિંતાઓથી મુક્તિ મળે છે જેને તે બિરદાવે છે.

આ પ્રસંગે મેયર કિર્તીબાળા દાણીધારીયા, કે કે નિરાલા સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર. સુ ઇલાબા રાણા પ્રાદેશિક નાયબ નિયામક,(ICDS),અમદાવાદ. બી.જે.પટેલ, નિવાસી અધિક કલેકટર, ભાવનગર, યુવરાજ સિદ્ધાર્થ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણા, સુ કિરણ એચ. મોરિયાણી, જિલ્લા મહિલા અને બાળ ભાવનગર સુ શારદાબેન દેસાઈ,પ્રોગ્રામ ઓફિસર, (ICDS), ભાવનગર ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *